મહુવા: વલવાડા ગામની સીમમાંથી જિલ્લા LCB ની ટીમે વિદેશીદારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી...
Mahuva, Surat | Oct 16, 2025 પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા એલસીબીની ટીમ મહુવા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતો દલસુખભાઈ મનજીભાઈ માથાસુરીયા દમણ થી પોતાની ટ્રક (GJ-25-T-9750)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વલવાડા મહુવા થઈ હાઈવે ઉપરથી સુરેન્દ્રનગર જવાનો હોવાની બાતમી મળી હતી.જે બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ વલવાડા ગામની સીમમાં નાકાબંધી કરી બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી ટ્રક ઝડપી.