જૂનાગઢ: તાલુકાના સુખપુર પાટીયા નજીક ફોર વ્હીલર હડફેટે મહિલાનું મોત
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે કમલેશભાઈ દામજીભાઈ ગજેરાએ અર્ટીકા કાર નં.જીજે-૩૬- આર-૮૫૫૫ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના પત્ની કાજલબેન (ઉ.વ.૪૫)એકટીવા મોટર સાયકલ નં.જીજે-૧૧-સીપી-૩૬૯૭ લઈ સુખપુર બાયપાસ પરથી ઘરે જતા હોય દરમ્યાન આરોપી કાર ચાલકે એકટીવાને ઠોકર મારી કાજલબેનને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.