કિડાણા ગામમાં પંચાયત પ્રાથમિક શાળાનું નવનિર્માણ કાર્ય અધવચ્ચે અટકી પડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાનું બાંધકામ બંધ હોવાથી વિધાર્થીઓને દૂર આવેલી અન્ય શાળાઓમાં જવું પડે છે,જેના કારણે વાલીઓ અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો બાંધકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોઈ વિધાર્થી શાળાએ જશે નહીં.ઉગ્ર રજૂઆત સાથે આજરોજ શાળાનું કામ ત્વરિત શરૂ કરવા માંગ કરાઈ છે.