વડનગર: સિપોર ગામે વિદેશી દારૂની 4 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
28 ઓક્ટોબરના રોજ બપોરે 3.30 કલાકની ફરિયાદ મુજબ વડનગર પોલીસે બાતમીના આધારે રહેણાંક ઘરમાં રેડ કરતા વિદેશી દારૂની 3 અને બિયરની એક બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી અજય ઠાકોર નામના ઈસમની અટકાયત કરી ગુનો દાખલ કરી વધું કાર્યવાહી હાથ ધરી છે.