આજે તારીખ 23/10/2025 ગુરુવારના રોજ સાંજે 8 કલાક સુધીમાં ઝાલોદ નજીક આવેલા ચિત્રોડીયા ગામે તાજેતરમાં સ્વર્ગસ્થ રાહુલભાઈ ચંદાણાની પાવન સ્મૃતિમાં એક ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેટનું લોકાર્પણ, ભજન સંધ્યા અને ચાંદલા વિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીથી વાતાવરણ ગમગીન અને ભક્તિમય બન્યું હતું.કાર્યક્રમમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની બાગીદૌરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જયકૃષ્ણ હાજર રહ્યા.