વાપી: વાપીના ભડકમોરામાં શેઠાણી સાથે મજાક કરવા ના પાડતા નોકર પર લાકડાથી હુમલો
Vapi, Valsad | Oct 28, 2025 વાપીના ભડકમોરામાં ચાની દુકાન પર શેઠાણી સાથે મજાક કરનાર ઇસમને તે કરવા ના પાડતા અદાવત રાખી તેણે નોકર પર લાકડાથી હુમલો કરી દીધો હતો. જે બાદ ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.