વડોદરા : શહેરની હરણી પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ માહિતીને આધારે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી એક ઈસમ મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠીવાળા ખાતે રહેતા અરવિંદ ડામોરને ઝડપી પાડ્યો હતો, તેની પાસેના પાંચ જેટલા પ્લાસ્ટિકના કોથળામાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી દારૂ નો જથ્થો મોકલનાર એમપીના જુવાનસિંગ ડામોર અને મુદ્દામાલ મંગાવનાર બંનેને ભાગેડુ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.