કચ્છના યુવાનોમાં નશાની બદી વ્યાપક બની છે. ત્યારે ગઇકાલે એસઓજીએ માધાપરમાંથી ભુજના ઇકબાલ આદમ માંજોઠીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 324.5 ગ્રામ કિ. રૂા. 16,225ના મુદ્માલ સાથે ઝડપી લીધો હતો. પશ્ચિમ કચ્છ એસઓજીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે રાત્રે બાતમીના આધારે આર્મી કેમ્પના રોડ પર રમેશ લાઇટ મંડપની આગળ ઉભેલા આરોપી ઇકબાલ આદમ માંજોઠી (રહે. પીરવાળી શેરી, કેમ્પ એરિયા, ભુજ)ને તેના કબજાની એકટીવા નં. જી.જે. 12 એચબી 9102 વાળીની ડિકીમાં ઝીપલોકવાળી નાની-મોટી 16