જૂનાગઢ: રેડ ક્રોસ હોલ ખાતે કલાકારોએ રંગોળી બનાવી પ્રદર્શન ખુલ્લુ મુકાયું, આગામી 20 ઓક્ટોબર સુધી વિવિધ રંગોળી પ્રદર્શન
રેડક્રોસ હોલ ખાતે અભિવ્યકિત ૮.ર રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું છે. ક્રીમસન ધ આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગોળી પ્રદર્શન જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે તારીખ ૧૭ ઓકટોબર થી ર0 ઓકટોબર સુધી ખુલ્લુ રહેશે. જેનો સમય સવારે ૧0 વાગ્યાથી રાત્રે ૧0 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અને જૂનાગઢ વાસીઓને રંગોળી પ્રદર્શન નિહાળવા અપીલ કરાઇ છે.