ઝાલોદ: પાવડી ખાતે આવેલ SRP જૂથ–૪માં પી. એચ. ભેસાણીયા સાહેબ (SPS)ની નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
Jhalod, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સાહેબના લાંબા સેવા કાર્ય દરમિયાન આપેલા યોગદાનને યાદ કરીને ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું સન્માન કર્યું.કાર્યક્રમ દરમિયાન સાહેબે ફરજ દરમિયાનના પોતાના અનુભવો વહેંચ્યા અને સૌને સંદેશ આપ્યો કે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને શિસ્ત જ જીવનનું સાચું ધન છે.ભેસાણીયા સાહેબનું નિવૃત્તિ પછીનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય રહે તેવું ઉપસ્થિત સૌએ શુભેચ્છા પાઠવી.