વાવ: માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ તથા કાર્ટીઝ નંગ ત્રણ સાથે એક ઈસમ મળી આવતા ગુનો નોંધાયો
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરડવી કૂંડાળીયા ચાર રસ્તા પાસે પીઆઇ એ કે દેસાઈ ને મળેલ બાતમી હકીકત આધારે પંચોના માણસો સાથે ભરતભાઈ ભુરાભાઈ જાતે રાણુંવા રહે કુંડાળિયા વાળાને પકડી પાડી તેની અંગ જડતી દરમિયાન તેના નાઈટીના ખિસ્સામાંથી એક ગેરકાયદેસર હથિયાર પીસ્ટલ જેની કિંમત 20,000 તથા કાર્ટીઝ જીવતા નંગ ત્રણ તેમની કિંમત 600 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત 5000 એમ મળે કુલ 25,600 નો મુદ્દામાલ મળી આવતા આરોપી ભરત વિરોધ પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધાયો.