ડાંગના 'વર્લ્ડ વિઝન ઇન્ડિયા' દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 'ડ્રાય રેશન કીટ' નુ કરાયુ વિતરણ
Ahwa, The Dangs | Aug 11, 2025 ડાંગના વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તાજેતરમા વઘઈ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે વઘઈના તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.આર.પઢિયારની ઉપસ્થિતમા સગર્ભા અને ધાત્રી માતાઓને 'ડ્રાય રેશન કીટ' નુ વિતરણ કરાયુ હતુ.'ડ્રાય રેશન કીટ' કે જેમા બે પ્રકારની દાળ, નાગલી, ગોળ, ચોખા, ખાવાનુ તેલ અને સીંગદાણા જેવા ખાધ પદાર્થો વર્લ્ડ વિઝન ઇન્ડિયાના વઘઈ તાલુકાના કાર્યવિસ્તારના ૪૧ ગામો પૈકી ૧૮ ગામની ૩૭ જેટલી બહેનોને અર્પણ કરાઈ હતી.