ખેરાલુ: ખેરાલુ પાલિકાના એન્જીનીયરની બદલી થતાં વિદાય આપવામાં આવી
ખેરાલુ પાલિકા એન્જીનીયર વિરલભાઈની બદલી થતાં પાલિકાના સભ્યોએ સમ્માન કરી તેમને વિદાય આપી છે. વિરલભાઈએ પોતાના કાર્યકાળમાં દબાણો અને ગેરકાયદે વિજ જોડાણો ખુલ્લા પાડ્યા હતા. વિદાય આપતા સમયે પાલિકા ઉપપ્રમુખના પતિ વિક્રમ પટેલ,ભાજપા કોર્પોરેટર,કોંગ્રેસ કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા અને વિદાય આપી હતી. ટુંક જ સમયમાં ઠાસરાથી આવેલા નવા એન્જીનીયર પોતાનો ચાર્જ સંભાળશે.