ઉધના: સુરતના વરાછામાં મોબાઈલના ધંધા અને મકાન અપાવવાના બહાને ખેડૂતના રૂપિયા 16 લાખ પડાવ્યા: બે ભાઈઓ સામે ફરિયાદ
Udhna, Surat | Oct 6, 2025 સુરતના વરાછામાં વતનમાં જમીન વેચીને આવેલા એક ખેડૂત યુવકના રૂપિયા 16 લાખ રૂપિયા ભાગીદારીમાં મોબાઈલનો ધંધો કરવા અને મકાન અપાવવાના બહાને પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે યુવકે રાકેશ અને દીપક ભડિયાદરા નામના બે ભાઈઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.