રાપર શહેરના ભરચક વિસ્તાર એવા દેના બેંક ચોક પાસે આવેલ નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી રજૂઆત સફળ રહી છે. તાલુકા પ્રમુખ સુરેશ મકવાણા દ્વારા આ મામલે તંત્રને કરવામાં આવેલી ધારદાર રજૂઆત બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની સુવિધા માટે આ શૌચાલય કાર્યરત કરવામાં આવ્યું છે.