ઉધના: સુરતના મોટા વરાછામાં બિલ્ડરની કારનો કાચ તોડીને રૂ.૫ લાખ ભરેલી બેગ ચોરાઈ
Udhna, Surat | Oct 12, 2025 દિવાળીના તહેવાર નજીક છે, ત્યારે તસ્કરો સક્રિય બન્યા છે. સુરતના મોટા વરાછા ખાતે નવા બની - રહેલા બાંધકામ પ્રોજેક્ટ પાસે જમીન દલાલની કારની બારીનો કાચ તોડી ચીટર ત્રિપુટી રૂ. ૫ લાખ રોકડ ભરેલી બેગ લઈને ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે સ્થાનીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે.વરાછા એબીસી સર્કલ પાસે રહેતા સનત અરજણભાઈ ડાખરા મોટા વરાછામાં પ્રોજેક્ટ ચાલે છે. ગઇકાલે કાર લઈને સાઈડ ઉપર ગયા હતા.