વંથળી: સેવા સહકારી મંડળીમાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો,મીઠા જેવું ખાતર મળતું હોવાના આક્ષેપ,વ્હાલા દવલાની નીતિના પણ આક્ષેપો
જુનાગઢના વંથલી સેવા સહકારી મંડળીમાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે.ખાતર બાબતે ખેડૂતો રોષે ભરાયા છે.નબળી ગુણવત્તાનું ખાતર હોવાની ફરિયાદ ઉઠી છે.મીઠા જેવું ખાતર મળતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.ખાતર માટે ખેડૂતો ધક્કા ખાતા રહ્યા છે.સહકારી મંડળી અંદર સ્ટોકમાં અન્ય ખાતરનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને ન આપતા રોષ ફેલાયો હતો. વિતરણ માં પણ વ્હાલા દવલાની નીતિના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.