મૂળી તાલુકાના કરશનગઢ ગામેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી લીધો છે. અરવિંદભાઈ ઉર્ફે ઉગો રસીકભાઈ અગેરાણીયા નામના યુવક પાસેથી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં યુવક પાસેથી બંદૂક કબ્જે કરી ધરપકડ કરી ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો દાખલ કર્યો હતો