વિસનગર: શહેરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, આકાશે રંગબેરંગી ચાદર ઓઢી હોય તેવો નજારો જોવા મળી
પ્રકાશના પર્વ દિવાળીની વિસનગર શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું હતું, અને નાત-જાતના ભેદભાવ વિના તમામ લોકોએ આ પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી.