વર્ષ 2018 માં વેડ રોડ ના બિલ્ડર રજની વાવડીયા એ માથાભારે ચિરાગ વાવડીયા પાસે હાથ ઉછીના ત્રણ લાખ રૂપિયા લીધાં હતા.જેના અવેજમાં 18 લાખ રૂપિયાની વસૂલાત ચિરાગ,તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટી એ કરી હતી.ઘબરાયેલા બિલ્ડરે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.દરમ્યાન ચિરાગ ગોટી આણી ટોળકી વિરુદ્ધ નોંધાયેલા પોલીસ કેસ બાદ હિંમત ખુલતા રજનીભાઇ એ ચોકબજાર પોલીસ મથકમાં ગુરુવારે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.જ્યાં પોલીસે ઘનશ્યામ ગોટી ની ધરપકડ કરી કાર્યવાહી કરી.