ભરૂચ: આપ પાર્ટીના જિલ્લા પ્રમુખે નાંદ ગામે ઇજાગ્રસ્ત થયેલ કાર્યકરની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી ભાજપ પર આક્ષેપ કર્યા
ભરૂચના નાંદ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા મોહલ્લા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં મોટી સંખ્યમાં લોકોએ ઉમટી ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું.આ દરમિયાન ભાજપ કેટલાક ઈસમોએ ધમાલ મચાવી હોવાના આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પિયુષ પટેલએ આક્ષેપ કરવામાં આવ્યા છે.આ માથાકૂટમાં ઇજાગ્રસ્ત થયેલ ચાર લોકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.