વડોદરા પશ્ચિમ: પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ,મેદાનમાં ટોર્ચલાઈટ વડે વાહનોની તલાશી લીધી
પોલીસની અલગ – અલગ ટીમોએ આજે મોડી રોત્રે નવલખી મેદાનના ત્રણ નાકા બ્લોક કરી ટોર્ચ લાઈટ વડે મેદાનમાં અને વાહનોની તલાશી લઈ બ્રેથ એનેલાઇઝરથી આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુંહતું. અવાવરુ જગ્યા પર લોકો ન બેસે તે માટે જાગૃતિનો પ્રયાસ કરી અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવા અન્ય સ્થળોએ પણ આ પ્રકારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે.