સાયલા: સાયલાના થોરિયાળી ગામમાં ચાંદીના છત્તર સહિત કિંમતી સામાન ચોરી તસ્કર ફરાર થઈ ગયો જાદરાબાપુની જગ્યામાં ચોરી, CCTV
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરિયાળી ગામમાં આવેલી ઐતિહાસિક જાદરાબાપુની જગ્યામાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. આ ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ચોર ચાંદીના છત્તર સહિત કિંમતી માલસામાનની ચોરી કરતા CCTV કેમેરા ઝડપાયો હતો અને પોલીસ ચોરી ની ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે