ઉદ્યોગપતિના બંગલામાં આરામથી ચોરી કરનાર આસાનીથી પકડાયો. ચોરી મોટેભાગે પરિવારનું પેટ ભરવા અથવા તો પોતાની કુટેવો કે અય્યાસી સંતોષવા થતી હોય છે, પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબૂલાતોથી પોલીસ સાચા અર્થમાં હેબતાઈ ગઈ હતી. ચોરી બાદ ચોરે ધાર્મિક લાગણીઓ દુભાવતા ભગવાનના ફોટા ફાડી નાખીને પોલીસને દમ હોય તો પકડી બતાવો એવો પડકાર પણ ફેંક્યો. પોલીસે ગણતરીના કલાકમાં આ શબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો છે.