અંજાર તાલુકાના મેઘપર બોરીચીની ઓધવદર્શન સોસાયટીમાં રહેનાર ફરિયાદી ચંદ્રકાંત ઉર્ફે જિગર કેશવલાલ ઠક્કર વરસાણા ચોકડી ખાતે કરિયાણાની દુકાન ચલાવે છે. આ ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઇલમાં આર.ટી.ઓ. ચલણની એક લિંક આવી હતી જે તેમણે લિંક ખોલી હતી. બાદમાં તેમનો મોબાઇલ હેંગ થઇ ગયો હતો. દરમ્યાન, સાયબર ગઠિયાઓએ પહેલાં તેમના ખાતામાંથી રૂા. 40,000 તથા બાદમાં રૂા. 10,200 એમ કુલ રૂા. 50,200 સેરવી લીધા હતા.