ભરૂચ એસ.ઓ.જી.ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લક્ષ્મણ નગર ઇન્ડિયા માર્કેટ આગળ રાજપીપળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના ટી સેન્ટર દુકાનમાં નશીલા પ્રદાર્થનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા દુકાનમાંથી રબર બેન્ડ બાંધેલા સ્ટ્રીપ રોલિંગ પેપરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1500ના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાન અને હાલ લક્ષ્મણ નગર ખાતે રહેતો ભગીરથ ગણેશલાલ રબારીને ઝડપી પાડ્યો હતો.