દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશન પર GRP અને RPF દ્રારા દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને લઇ રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ
Dohad, Dahod | Nov 12, 2025 દિલ્લીમાં બૉમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ રેલવે રાજકીય પોલીસ અને રેલવે આર.પી.એફ પોલીસ દ્વારા દાહોદના રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનો તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારની જગ્યાઓમાં ચેકિંગની કામગીરી કરાઈ.દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દાહોદમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાહોદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.