ભુજ: બળાત્કારના ગુનામાં આઠ મહિનાર્થી ફરાર ધાણેટીનો શખ્સ જબ્બે
Bhuj, Kutch | Jun 16, 2025 બળાત્કાર અને પોક્સોના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતા ફરતા ધાણેટીના આરોપીને પેરોલ ફલો સ્કોડની ટીમે ઝડપી લીધો હતો. પેરોલ ફલો સ્કોડના પીઆઈ જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પદ્ધર પોલીસ મથક વિસ્તારમાં પ્રયત્નશીલ હતી, ત્યારે માધાપર પોલીસ મથકે નોધાયેલા બળાત્કાર અને પોક્સોના ગુનામાં ફરાર ધાણેટીનો આરોપી સચિન ધનજી ડુંગરીયા ગામની સીમમાં શ્રી કલ્યાણ મિનરલ્સ ઉમિયા કંપનીમાં હાજર હોવાની બાતમીને આધારે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ મથકે સોપ