જૂનાગઢ: તાલુકાના ડુંગરપુર ગામે જાહેરમાં ઝઘડો કરતા 3 શખ્સમાંથી 2 પીધેલીયા નીકળ્યા
ડુંગરપુર ગામે જાહેરમાં ઝઘડો કરતા 3 શખ્સમાંથી 2 પીધેલીયા નીકળતા પોલીસે અટક કરી બંનેને લોકઅપમાં પડેલી દીધા હતા. ડુંગરપુર ગામ ખાતે ૩ શખ્સો ઝઘડો કરતા હોવાની જાણ થતા જૂનાગઢ એ ડિવિઝન 112 વાહનના પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા. 2 શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં જણાતા બંનેને તાલુકા પોલીસ મથકે રજૂ કરતા ડુંગરપુરમાં રામાપીરના મંદિર પાસે રહે છે. 20 વર્ષીય શ્રીમંત કાંતિભાઈ ખોખર અને 34 વર્ષીય સંજય લખમણભાઈ જાદવની નશો કરેલી હાલતમાં અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.