બુધવારે માહિતીના આધારે ઉત્રાણ પોલીસ દ્વારા ઉમરા વેલંજા ખાતેની દ્વારકેશ સોસાયટીના એક મકાનમાં છાપો માર્યો હતો.અહીંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું.જ્યાંથી સાગર ગજેરા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી 15 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.આરોપી છેલ્લા છ માસથી આ વેપલો ચલાવતો હોવાની જાણકારી સામે આવી હતી.