સાંતલપુર: રેફરલ હોસ્પિટલમાં મેગા આરોગ્ય કેમ્પ યોજાયો
બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ના સંયુક્ત ઉપક્રમેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિત્તે મેગા આરોગ્ય કૅમ્પનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાતલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ,બનાસ ડેરી ના ડિરેક્ટર રાઘાભાઈ આહિર,APMC ચેરમેન ભેમાભાઇ પટેલ,સાંતલપુર ભાજપ તાલુકા પ્રમુખ સવાભાઈ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં