થરાદ: વિધાનસભા અધ્યક્ષના જન્મદિવસે થરાદમાં નિશુલ્ક આરોગ્ય કેમ્પ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે એક નિશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ યોજાયો હતો.