ખંભાત: શહેરમાં રામનવમીની શોભાયાત્રા બાબતે યુવક પર લાકડી અને પાઈપથી હિંસક હુમલો
Khambhat, Anand | Mar 20, 2026 મૂળ ખંભાતના આણંદ-વિદ્યાનગર રોડ પર રહેતા રાહુલ વિજયભાઈ ભટ્ટ મોટી ત્રણ પોળના નાકે આવેલી રાજુભાઈ રાણાની ઓફિસે રામનવમીની શોભાયાત્રા અંગે ચર્ચા કરવા ગયા હતા. આ દરમિયાન ત્યાં ચાર શખ્સો ધસી આવ્યા હતા અને શોભાયાત્રા કાઢવા બાબતે ઝઘડો કરી લાકડી અને લોખંડની પાઇપથી હુમલો કરી માથામાં ઈજાઓ પહોંચાડી હતી.ખંભાત શહેર પોલીસે હુમલો કરનાર શખ્સોમાં રાજદીપ જયરાજભાઈ જોષી, કાનજીભાઈ જીવાભાઈ ભરવાડ, અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા, એક અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો છે.