જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે શહેરમાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં વિપક્ષના પ્રતિનિધિઓને આમંત્રણ મળતું નથી અને નિમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. જ્યારે અન્ય પક્ષના પ્રમુખઓને આમંત્રણ આપવામાં આવે છે.શહેરના તમામ સરકારી કાર્યક્રમો જાહેરખર્ચે યોજાય છે, તેથી રાજકીય ભેદભાવ વગર દરેક રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિઓને આવશ્યક રીતે સામેલ રાખવા કલેકટરને રજૂઆત કરી છે