બાવળા: કેરાળા નજીક બ્રિજના છેડે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારી મોત નીપજાવી વાહન ચાલક નાસી છૂટ્યો
તા. 17/10/2025, શુક્રવારે રાત્રે આઠ વાગે બાવળા - બગોદરા હાઇવે પર કેરાળા ગામ નજીક બ્રિજના છેડા પર રોડ ક્રોસ કરી રહેલ એક પરપ્રાતીય 45 વર્ષીય રાહદારી પુરૂષને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નીપજાવી વાહન લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતના આ બનાવ સંદર્ભે કેરાળા GIDC પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે