ગણદેવી: બીલીમોરામાં નૂતન વર્ષ નીમિતે મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં ભવ્ય સ્નેહમિલન સમારોહ
બીલીમોરા શહેરમાં નૂતન વર્ષના અવસરે રમણલાલ દયાજી હોલ ખાતે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં શહેરના હોદેદારો, આગેવાનો તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભકામનાઓ આપી. સમારોહ દરમિયાન સૌએ એકતા, પ્રગતિ અને સામાજિક સુમેળના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લીધો.