ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે પીજીવીસીએલની વર્તુળ કચેરી કચેરી ખાતે મોરબી પીજીવીસીએલના અધિકારી/ કર્મચારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી તે તરફ કામગીરી કરવા મંત્રીએ સૂચન કર્યું હતું...