જૂનાગઢ: તાલુકાના મેવાસા (બાવા) ગામની વરસતા વરસાદમાં મુલાકાત લેતા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા
આજ તા.28 ને મંગળવારના સવારે 10 વાગ્યાની આસપાસ જૂનાગઢ તાલુકાના મેવાસા (બાવા) ગામની ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાએ મુલાકાત લીધી હતી આ તકે વરસતા વરસાદમાં પણ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ધારાસભ્યનું સ્વાગત કર્યું તેમજ મહિલાઓએ દીકરીઓએ ચાંદલો કરીને સામૈયા કરી ભવ્ય સન્માન કર્યું હતું આ તકે કમોસમી વરસાદ (માવઠા) ના કારણે ખેડૂતોને થયેલ નુકશાનનો તાત્કાલિક સર્વે થાય અને વળતર મળે તે માટે અર્જન્ટ મેટર તરીકે મુખ્યમંત્રીશ્રીને અને કૃષિ સચિવને પત્ર લખીને રજુઆત કરી હતી