વાંસદા તાલુકાના રાયબોર ગામે વાઘદેવની સ્થાપન પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂજાના પ્રસંગે ગામના લોકો સહિત આસપાસના વિસ્તારના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ધાર્મિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિઓ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગામજનોમાં આ પૂજાને લઈને ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.