સાવરકુંડલા: સાવરકુંડલા કપોળ કન્યા છાત્રાલયમાં સફાઈની સમસ્યા: નગરપાલિકાને તરત ઉકેલ લાવવા આગેવાનોની અપીલ
સાવરકુંડલાના કપોળ કન્યા છાત્રાલયમાં નિયમિત સફાઈ ન થવાથી વિદ્યાર્થીનીઓને જાતે કચરો સાફ કરવો પડે છે. આરોગ્યને જોખમ કરતી આ પરિસ્થિતિને લઈને આગેવાન હિતેશભાઈ સરવૈયાએ નગરપાલિકાને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરતો વિડિઓ આજે સોશિયલ મીડિયામાં આજે તા.30 ને રવિવારે સાંજે ૪ કલાકે વાઇરલ કર્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં સ્વચ્છતા વ્યવસ્થા સુધારવાની માંગ ઉઠી રહી છે.