રાજકોટ પૂર્વ: એક માસમાં આરપીએફ દ્વારા રાજકોટ ડિવિઝનમાં 23 લાખનો કિંમતી સરસામાન મુસાફરોને પરત કરાયો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 (01.10.2025 થી 31.10.2025) માસ દરમિયાન, સેવા હી સંકલ્પ અભિયાન અંતર્ગત, આદરણીય આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશ્નર અજય સદાનીના કુશળ નેતૃત્વમાં આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા સતર્કતા, સેવા અને સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.