થરાદ: માવસરી પોલીસે સ્વીફ્ટ કારમાંથી દારૂ ઝડપ્યો
માવસરી પોલીસે સણવાલ-પાનેસડા રોડ પરથી એક સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹5,64,238/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.