ડિંડોલીમાંથી મોબાઈલ ટાવરમાંથી રેડિયો યુનિટની ચોરી કરતા બે શખ્સો ની પોલીસે કરી ધરપકડ,3.29 લાખનો મુદ્દામાલ જપ્ત
Majura, Surat | Oct 11, 2025 સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ જિયો કંપનીના મોબાઈલ ટાવરમાંથી રેડિયો યુનિટની ચોરી થઈ હતી.જે અંગે પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો.જે ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પેટ્રોલીંગમાં રહેલી ડીંડોલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.નાગેન્દ્ર ઉર્ફે રતન ગૌસ્વામી અને હરીઓમ તિવારી ની ઝડપી પાડી રૂપિયા 3.29 લાખની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.આરોપીઓએ અન્ય મોબાઈલ ટાવરમાંથી ચોરી કરી છે કે નહીં તે અંગેની પણ વધુ તપાસ શરૂ કરી છે.