બુધવારના મોડી સાંજે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઈટ પર ફરિ ભીષણ આગ ફાટી નીકળી હતીજોતજોતામાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.જો કે છેલ્લા એક અઠવાડિયા માં આગની આ ત્રીજી ઘટના બની હતી.