બારડોલી: બારડોલીના ખલી ગામે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણની ૧૬મી સાલગીરાહ ઉજવાઈ
Bardoli, Surat | Nov 25, 2025 બારડોલી તાલુકાના ખલી ગામે આવેલા ૭૦૦ વર્ષ જૂના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણની ૧૬મી સાલગીરાહ મંગળવારે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. આ મંદિરમાં વર્ષો પહેલાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારથી પેઢી દર પેઢી અહીં નિયમિત પૂજા-અર્ચના થતી આવી છે. આજથી ઠીક ૧૬ વર્ષ પહેલાં મંદિરનું વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારથી જ મંદિર પરિસર ભક્તોની ભક્તિમય ભીડથી ગુંજી ઉઠ્યો હતો