ગણદેવી: બીલીમોરામાં ભાડૂત નિયમોના ભંગ બદલ બે વેપારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તલોધ શીંગલ ફળીયા વિસ્તારમાં ભાડા કરાર વગર ઘર ભાડે આપવાના કેસમાં બીલીમોરા પોલીસે બે વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જાહેરનામું ઉલ્લંઘન થવાને કારણે બંને સામે GP Act કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયો હતો. HC રાજુભાઇ બચુભાઇ અને PSI એમ.એસ. ભીસરે દ્વારા સ્થળની તપાસ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.