પારડી: મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયો
Pardi, Valsad | Sep 24, 2025 બુધવારના 11:00 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ આજરોજ પારડી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા પારડી પ્રાંત તેમજ પારડીના પીએસઆઇજીઆર ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના કુલ 12 પ્રશ્નોને સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.