આજે તારીખ 19/10/2025 રવિવારના રોજ સાંજે 5 કલાકે સંજેલી આપ પ્રમુખે પ્રતિક્રિયા આપી.બોટાદમાં ખેડૂતો તેમના હક માટે લડત લડતા હતા. તેમની એક જ માંગ હતી કે કડદાપ્રથા બંધ થાય.રાજુભાઈ કરપડા ખેડૂતોને તેમના હક અપાવવા માટે અને કડદા પ્રથા નો અંત આવે તે માટે તેમણે પણ બુલંદ અવાજ ઉપાડી લડત આપી.ખેડૂતોએ પોતાનો હક માંગ્યો અને એટલે આજે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિત નિર્દોષ ખેડૂતો દિવાળીના તહેવારોમાં જેલમાં છે.