નવ ફેબ્રુઆરીના રોજ લિંબાયતમાં વિસ્તારમાં આવેલ એક સોસાયટીના મકાન નંબર 301 માં ચોરીની ઘટના બની હતી.સુલતાના અન્સારી અને તેનો પરિવાર સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો.જ્યાં ચોર ઈસમે ઘરને નિશાન બનાવી રૂપિયા 10.07 લાખના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર રહી ગયો હતો.શુક્રવારે લિંબાયત પોલીસે રૂપિયા આરોપી વામિયા મુસ્તાક શા ને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.