માણસા: ચરાડા ગામે RSSને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
RSSની સ્થાપના વર્ષ 1925ના રોજ વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSSને 100 વર્ષ પૂર્ણ થયા છે. જે અવસર પર RSS દ્વારા પથ સંચલન સહિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત શનિવારે રાત્રે 9 વાગ્યે માણસા તાલુકાના ચરાડા ગામે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શસ્ત્રોનું પૂજન કરાયું હતું. જેમાં RSS આગેવાનો, હોદ્દેદારો અને અગ્રણીઓ તથા RSS કાર્યકરો જોડાયા હતા.